
આંબાની, કેસર જાતનું વાવેતર કરતા ખેડૂતોને ભલામણ કરવામાં આવે છે કે ૫૦% ફૂલ ધારણની અવસ્થાએ ૧૦ લિટર પાણીમાં ૧૨ ગ્રામ બોરીક એસિડ એકલું અથવા ૩૬ ગ્રામ કેલ્શિયમ નાઈટ્રેટ સાથે મિશ્ર કરી છંટકાવ કરવાથી વધુ ઉત્પાદન મળેછે. તે સિવાય વધુ ઉત્પાદન મેળવવા ૧% પોટેશિયમ ડાયહાઈડ્રોજન ફોસ્ફેટ (KH,PO4) એકલું અથવા ૧% પોટેશિયમ નાઈટ્રેટ (KNO3) સાથે મિશ્રમ કરી ઓક્ટોબરનાછેલ્લા અઠવાડિયાથી નવેમ્બર માસના પહેલા અઠવાડિયા દરમ્યાન (નવી પીલવણીના ૪૫ દિવસ બાદ) છંટકાવ કરવાની ભલામણ છે. કેસર કેરીના ફ્ળ ઝાડ પરથી ઉતારી લીધા બાદ ઝાડની અંદાજીત ૧ સે.મી. જાડાઈ ધરાવતી ડાળીઓની છટણી (પ્રુનીંગ) કર્યાના ૪-૫ મહિને ૪% પોટેશિયમ નાઈટ્રેટનો છંટકાવ કરવાથી કેરીના ફ્ળોની વહેલી પરિપક્વતા સાથે વધુ ઉત્પાદન મળે છે. આંબાના ઝાડ પર કેરી, વટાણા અને લખોટી જેટલી થાય ત્યારે ૨% નોવેલ સેન્દ્રિય પ્રવાહી પોષક તત્ત્વનો છંટકાવ કરવાથી ગુણવત્તાસભર વધુ ઉત્પાદન મેળવી શકાય છે.
























