આધુનિક ખેતીમાં સાતત્યપૂર્ણ ઉત્પાદન મેળવવા માટે અને જમીનની ફળદ્રુપતા સુધારવા માટે યોગ્ય પાકની ફેરબદલી મહત્ત્વનો ફાળો આપી શકે છે. ઘાન્ય વર્ગના પાકોની સાથે કઠોળ વર્ગના પાકોની ફેરબદલી કરવાથી જમીનની ફળટ્ટુપતા વધે છે. કઠોળ વર્ગના પાક સહજીવી રીતે હવાનો નાઈટ્રોજન લઈ શકે છે જેથી તેના પછી લેવામાં આવેલા પાકને અથવા તો મિશ્ર પાકને તેનો ફાયદો મળે છે. કેટલાક ક્ઠોળ વગના પાકો જમીનનું ધોવાણ અટકાવે છે તથા તેના પાન, મૂળ, થડ જેવા પાકના અવશેષો જમીનમાં ઉમેરાવાથી સેન્દ્રિય પદાર્થની વૃદ્ધિ કરે છે.