
લાભ પાંચમ એટલે નવા વર્ષની શરૂઆત વિશે વાત કરીએ, નવા વરસે આપણી ખેતીમાં શું બદલાવ લાવવો ? ગયા વરસે લીધેલા સાચા ખોટા નિર્ણયોની યાદી ડાયરીમાં જોઈને નવા વરસે ઉત્તમ ખેતી માટે કૃષિ વિજ્ઞાનને ભેરે લઈને નફાકારક ખેતીની વેજ્ઞાનિક વાત ફોન ડાયરીમાં ટપકાવી લેવી જોઈએ. ફોનની વાત છે ત્યારે ફોનનું ટુણટુણીયું હવે તો બધાના ખીસામાં વાગે છે અને જીયો ધનધનાધન પછી તો બધાને ઈન્ટરનેટ ઉપર મળતી કૃષિ માહીતી મેળવવા માટે કૃષિવિજ્ઞાનનું ટેલીગ્રામ ચેનલ જોઈન કરવું છે અને ધેર બેઠા વૈજ્ઞાનિક ખેતીની અત્ થી ઈતિ માહિતી મેળવવી છે. હિસાબ રાખવાની ટેવ હવે બધાને પડી છે તે સારી વાત છે. મોબાઈલ આવતા બેંક પણ આપણી મુઠીમાં આવી ગઈ છે. મોબાઈલ ટ્રાન્સેકશન કરવુ સહેલું છે પરંતુ થોડી સાવચેતીની જરૂર ખરી.