* જીરુના પાકમાં નીંદણ નિયંત્રણ માટે ૧.૦ કિ.ગ્રા./હે. ઓક્ઝાડાયેઝોન પ્રિઈમરજન્સ છંટકાવ કરવો.
* હેકટર દીઠ ૧.૦ કિ.ગ્રા. પેન્ડીમીથાલીન પ્રિઈમરજન્સ અથવા હેકટર દીઠ ૦.૯૦ કિ.ગ્રા. ફ્યૂકલોરાલીન પાકને વાવતા પહેલા અથવા પ્રિઈમરજન્સ આપવાથી પણ નીંદણનું નિયંત્રણ કરી શકાય છે.
* ઉત્તર અને મધ્ય ગુજરાત વિસ્તારમાં જીરૂના પાકને વાવણી બાદ ૪૫ દિવસ સુધી નીંદણમુક્ત રાખવું. આમ કરવા વાવણી બાદ ૧૫ અને ૩૦ દિવસે એમ બે વખત હાથ નીંદામણ કરવું. જો એક વખત નીંદામણ કરી શકવાની સગવડતા હોય તો વાવણી બાદ ૧૫ દિવસે નીંદામણ કરવું.