* દક્ષિણ ગુજરાતના ભારે વરસાદવાળા ખેત હવામાન વિસ્તાર (ખેતી-હવામાન પરિસ્થિતિ ૩) માં લસણ ની ખેતી કરતા ખેડૂતોને આ પાકમાં પિયત પાણીનો જથ્થો અને સંચયી આ બાષ્પીભવનનો ગુણોત્તર ૦.૮ થાય ત્યારે નાન ફૂવારા (મીની સ્ત્રીંકલર) પદ્ધતિથી પ્રત્યેક ૫ સે.મી. ઊંડાઈના કુલ ૧૦ પિયત આપવાની સલાહ છે. જે પૈકી પ્રથમ પિયત આપવાની સલાહ . જે પૈકી પ્રથમ પિયત વાવણી બાદ તરતજ, બીજુ પિયત વાવણી બાદ ૧૦ દિવસે અને બાકીના આઠ પિયત ત્યાર બાદ ૧૦ થી ૧૫ દિવસના ગાળે આપવા વધુમાં તેઓએ હેકટર દીઠ ૦.૭૫ કિ.ગ્રા. પેન્ડીમીથાલીન પ્રિઈમરજન્સ તરીકે નાના ફુવારા પદ્ધતિ દ્વારા પિયતની સાથે આપવાની ભલામણ છે. આમ કરવાથી ૫૦ ટકા જેટલું વધારે ઉત્પાદન મળે છે.
* દક્ષિણ સૌરાષ્ટ્રના ખેડૂતોને લસણના પાકમાં નીંદણ નિયંત્રણ માટે નીચે દર્શાવેલ પૈકી કોઇપણ એક પધ્ધતિ અનુસરવાની સલાહ આપવામાં આવે છે.
(૧) ઓક્સિફ્લુઓરફેન હેકટરદીઠ ૦.૫૦ કિ.ગ્રા. પ્રિઈમરજન્સ છંટકાવ કરવો તેમજ વાવણી બાદ ૪૦ દિવસે એક વખત હાથ વડે નીંદામણ કરવું.
(૨) ઓક્સિક્લુઓરફેન હેકટર દીઠ ૭.૨૪ કિ.ગ્રા. પ્રિઈમરજન્સ તરીકે છંટકાવ કરવો તેમજ વાવણી બાદ ૪૦ દિવસે એક વખત હાથ નીંદામણ કરવું.
(૩) મજૂરો લભ્ય હોય ત્યાં વાવણી બાદ ૨૦ અને ૪૦ દિવસે એમ બે વખત હાથ વડે નીંદામણ કરવું.