ઘઉંના ઊભા પાકમાં ઉધઈનો ઉ૫દ્રવ શરુ થતો જણાય તો તુરત જ એક હેકટર પાકના વિસ્તાર માટે
- ફીપ્રોનિલ ૫ એસસી ૧.૬૦ લિટર અથવા
- ક્લોરપાયરીફોસ ૨૦ ઇસી ૧.૫ લિટર ૧૦૦ કિ.ગ્રા.
રેતી સાથે બરાબર ભેળવી માવજત આપેલ રેતી ઘઉંના ઊભા પાકમાં પુંખવી અને ત્યારબાદ પાકને હળવુ પિયત આ૫વું અથવા આ કીટનાશકનો જથ્થો પાણીના ઢાળીયા ઉપર લાકડાની ઘોડી મૂકી તેમાં જે તે કીટનાશકનો ડબ્બો ગોઠવી ટીપે ટીપે એક હેક્ટર વિસ્તારમાં પ્રસરે તે રીતે આપવી.