
ઉનાળાની શરૂઆત છે ત્યારે પિયત પાણીનું મૂલ્ય ખેડૂતોને હવે સમજાય છે . ટીપે ટીપે પાણી પાવાની અત્યંત અસરકારક પદ્ધતિ હોવા છતાં જે ખેડૂતે ડ્રીપ વસાવતા નથી તે ખેડૂતો આર્થિક દ્રષ્ટિએ વળતર મેળવતા નથી કારણ કે ખુલ્લા પિયતમાં ચોમાસા દરમિયાન પણ વધુ પડતા ભેજને લીધે રોગ જીવાંતની સમસ્યા વધે છે અને તેને લીધે તે મારવા ખર્ચ કરીને ખેતીની આવક ઓછી થાય છે. આજે જે પ્રગતિશીલ ખેડૂતોછે તે સમજી ગયા છે કે ડ્રિપ વગર ખેતી નહિ . તાજેતરમાં માણાવદર ખાતે જૈન ઈરીગેશન દ્વારા ખેડૂતોએ ટપકની ઉપયોગીતા અને સંભાળ ની માહિતી દ્વારા પાક ઉત્પાદનમાં વધારો કરવાની રીતો એગ્રોનોમિસ્ટ દ્વારા આપેલ. આ માહિતી દ્વારા ખેડૂતોને આવતા વર્ષની ખેતીમાં ડ્રીપ વગર ચાલશે નહીં તેની પાક્કી ખાતરી કરાવી એગ્રોનોમીસ્ટ કરી ત્યારે ખેડૂતોએ એકી અવાજે હોંકારો ભણ્યો . આ મિટિંગમાં એરિયા મેનેજર શ્રી મકવાણા એ માહિતી આપી હતી. સ્ટેટ ઇન્ચાર્જ શ્રી ગીરધર લોહ ની યાદી જણાવે છે કે ખેતીમાં ડ્રીપ ઇરીગેશન દ્વારા આદર્શ ખેતી કરી શકાય છે અને જેન ઈરીગેશન ખેડૂતોની ઉન્નતિ માટે શ્રેષ્ઠ ઈરીગેશન સિસ્ટમ આપીને ખેડૂતોને મદદ કરી રહી છે વધુ વિગત માટે 9825060135