સામગ્રી :
દેશી ગાયનું તાજુ છાણ ૧૦ કિ.ગ્રા., દેશી ગાયનું તાજુ મૂત્ર ૧૦ લિટર, ગોળ ૨ કિ.ગ્રા., કઠોળનો લોટ ૨ કિ.ગ્રા., સજીવ માટી ૧ કિ.ગ્રા. અને પાણી ૨૦૦ લિટર
બનાવવાની રીત :
પહોળા મોંઢાવાળી ૩૦૦ લિટરની કેપેસીટીવાળી પ્લાસ્ટિકની ટાંકીમાં ઉપરોક્ત દર્શાવેલ સામગ્રીને લઈને તેમાં ૨૦૦ લિટર પાણી ઉમેરીને આ ટાંકીને હવા ઉજાસવાળી જગ્યાએ છાંયડામાં રાખવી. આ મિશ્રણને દિવસમાં બે વાર (સવારે અને સાંજે) ઘડિયાળના કાંટાની દિશામાં હલાવવું, પ્લાસ્ટિકના ટાંકાનું મોઢું સુતરાઉ કાપડથી બાંધવું અને આ મિશ્રણને સાત દિવસ સુધી છાંયડામાં મૂકી રાખવું. સાત દિવસ બાદ જીવામૃતનું સ્ટોક સોલ્યૂશન (૨૦૦ લિટર) તૈયાર થઈ જાય છે.