કોરોમંડલ ઇન્ટરનેશનલ નામની મૃરૂગપ્પા ગ્રુપની ખાતરની વિશાળ કંપનીએ તાજેતરમાં આંધ્રપ્રદેશના અને રંગારેડી જિલ્લામાં ડ્રોન દીદી પ્રોજેક્ટ અંતર્ગત 200 મહિલાઓના સેલ્ફ હેલ્પ ગ્રુપને ડ્રોન આપવામાં આવ્યા . આ ડ્રોન ચલાવવાની મહિલાઓને ટ્રેનિંગ આપવામાં આવી સાથે આ ડ્રોન ખેતીમાં દવા છંટકાવ કરવા માટે ખૂબ જ ઉપયોગી હોવાથી આખા દિવસમાં 30 એકર વિસ્તારમાં દવાનો સફળતાપૂર્વક છંટકાવ થઈ શકશે . કોરોમંડલ દવારા આપવામાં આવેલ ડ્રોન દીદી યોજનાના આ ડ્રોન કોઈ સાથે ભટકાય નહીં તેવી ટેકનોલોજી વાળા હોવાથી તે ચલાવવા મહિલાઓ માટે સરળ છે . એગ્રી ડ્રોન અંદાજે 200 મહિલાને મળતા તે મહિલાઓ આત્મનિર્ભર બની નાનકડો વ્યવસાય કરી શકશે તેવું ખાતરની કંપની કોરોમંડલ ઇન્ટરનેશનલના ડીજીએમ શ્રી જીતેન્દ્ર સિંહનો સંદેશ જણાવે છે