સારી ગુણવત્તાવાળા અને નુકસાન વિનાના બીજનો જ વાવેતરના ઉપયોગમાં લેવા જોઈએ. મગફળી ફોલીને તેના બીજને ભેજવાળી જગ્યામાં રાખવા નહીં. બીજને વાવતા પહેલા ૧ કિ.ગ્રા. બીજની માવજત માટે ટેબૂકોનાઝોલ ૧.૨૫ ગ્રામ અથવા ૫ ગ્રામ સ્યુડોમોનાસ ફ્લેરોસન્સ જેવી ફુગનાશક દવાનો પટ આપી વાવેતર કરવું.
ટીક્કા માટે લીમડાના તાજા પાનનો અર્ક બનાવી તેમાંથી ૧ ટકાનું દ્રાવણ બનાવીને ૩૦, ૫૦ અને ૩૦ દિવસે છંટકાવ કરવાી ટીક્કા રોગનું અસરકારક નિયંત્રણ થાય છે. ટેબુકોનાઝોલ ૦.૦૩૫ ટકા દવાના ત્રણ છંટકાવ ૩૫, ૫૦ અને ૭૦ દિવસે કરવાથી રોગનું નિયંત્રણ થાય છે.
ગેરુ માટે મગફ્ળી પાક ૪૦ દિવસનો થાય ત્યારે ક્લોરોથેલોનીલ ૦.૨ ટકા દવા છાંટવી. આવા બીજા બે છંટકાવ ૧૨-૧૫ દિવસને અંતરે કરવા. અથવા ક્લોરોથેલોનીલ ૦.૨ ટકા અથવા હેક્ઝાકોનેઝોલ ૦.૦૨૫ ટકા (૧૦ લિટર પાણીમાં ૫ મિ.લિ. દવા)નો ૩૦, ૪૫ અને ૬૦ દિવસે છંટકાવ કરવાથી રોગ કાબૂમાં આવે છે.