
મોટા ભાગની ખેત પેદાશોના માર્કેટિંગમા ખેડૂત અને ગ્રાહક વચ્ચે ઘણી સંસ્થા, વ્યક્તિઓ જોડાયેલ હોય છે. ખેત પેદાશ જ્યારે ખેડૂતથી અંતિમ ગ્રાહક સુધી પહોંચે છે ત્યાં સુધીમા કમિશન એજન્ટ, બ્રોકર, દલાલ અને જથ્થાબંધ વેપારી વગેરેના હાથોથી પસાર થાય છે. આ દરમ્યાન ખેત પેદાશમાં વિવિધ ખર્ચ અને વચેટિયાઓનો નફો વધતા, ખેત પેદાશોના અંતિમ મૂલ્યમા પણ વધારો થાય છે. ઉદાહરણ તરીકે જોઈએ તો, ખેડૂતો બટેટા બજારમા ૧૨ રૂપિયા પ્રતિ કિલો વેંચે છે, જયારે અંતિમ ગ્રાહક બટેટા લેવા જાય તો, તે પ્રતિ કિલો ૨૦ રૂપિયાથી ખરીદી કરે છે. આમ ૮ રૂપિયા પ્રતિ કિલો, જે ગ્રાહકની કિંમતમાં ૪૦% ભાગ થાય, એ વચેટિયા અને વેપારીઓ દ્વારા લેવામાં આવતો હોય છે. સરવાળે ગ્રાહકોને મોંઘું મળે છે અને ખેડૂતોને યોગ્ય ભાવ મળતા નથી. હવે, આજના સમયમાં ખેત પેદાશોના વેચાણમાં આમુલ પરીવર્તનની જરૂર છે. આ માટે નીચે મુજબના સૂચનને આવકારવા પડશે. • ખેડૂતોએ બજારની સ્પર્ધામાં ટકી રહેવા અને ભાવની સોદાબાજીમાં પ્રભુત્વ મેળવવા માટે સહકારી મંડળી અને ખેડૂત ઉત્પાદક સંગઠનો (FPO) દ્વારા એક જૂથ થઈને ઉત્પાદનોનું વેંચાણ કરવું જોઈએ • ખેડૂત ભાઈઓએ વધુ ભાવ મેળવવા ડાઈરેક્ટ માર્કેટિંગ (અંતિમ ગ્રાહકોને સીધેસીધું વેંચાણ) અપનાવવું પડશે. જે અંતર્ગત ફળ-શાકભાજી, અનાજ અને કઠોળને ફાર્મર્સ માર્કેટ, યુપીક માર્કેટ,ખેતર નજીક પસાર થતાં મુખ્ય રસ્તા પાસે સ્ટેન્ડ બનાવી, રેસ્ટોરન્ટ, શાળા અને કોલેજો વગેરેમાં વેંચાણ કરવું જોઈએ. કરાર આધારિત ખેતી પદ્ધતિ અપનાવી, અગાઉથી જ નક્કી કરેલા ભાવે ઉત્પાદક કંપની, વેપારી તથા નિકાસકારોને વેંચાણ કરવું જોઈએ. • નાના અને સીમાંત ખેડૂતોએ પોતાની ખેત પેદાશોને એક સાથે અને સામૂહિક જથ્થામાં નજીકના બજારમાં વેંચાણ અર્થે જવું જોઈએ. જેથી, વેંચાણને લગતા ખર્ચ ઓછા કરીને નફામાં વધારો કરી શકીએ