
1. બીજની ટ્રે (પ્રો-ટ્રે) ને માધ્યમ (કોકો પીટ, પર્લાઇટ અને વર્મીક્યુલાઇટ) વડે ભરવી. 2. શાકભાજીના બીજ વાવવા માટે પ્રો ટ્રે/પ્લગ ટ્રેના સેલની મધ્યમાં એક કાણું પાડવું. 3. એક ખાના દીઠ એક બીજને હાથથી અથવા ઓટોમેટિક સીડીંગ મશીન દ્વારા ખાનાના મધ્યમાં વાવવું . 4 ૩૦૦ થી ૪૦૦%ના ભેજ સાથેનું કોકોપીટનો ઉપયોગ માધ્યમ તરીકે કરવો જેથી અંકુરણ થાય ત્યાં સુધી તાત્કાલિક પિયતની જરૂરીયાત રહેતી નથી. 5. અંકુરણ સુધી ભેજનું સુનિશ્ચિત કરવા માટે પોલિઇથિલિન શીટનો ઉપયોગ કરીને સમગ્ર ટ્રેને આવરી લેવું ત્યારબાગ અંકુરણ થાય પછી પોલિઇથિલિન શીટ દૂર કરવી 6. ટ્રેના રોપાઓને અંકુરણ થયા પછી નેટ હાઉસમાં ખસેડી ક્યારા/પ્લેટ ફોર્મ પર ફેલાય તેમ મૂકવા છે. 7. પ્રવર્તમાન હવામાન પરિસ્થિતિઓના આધારે દરરોજ હળવા પાણીથી ટ્રેમાં ઝારા વડે પિયત કરવુ. રોપાઓના મૃત્યુ સામે સાવચેતીના પગલા તરીકે ટ્રેને ફૂગનાશકથી પણ ભીંજવી શકાય. 8. ખાતર તરીકે (NPK ૧૯-૧૯-૧૯ સૂક્ષ્મતત્વો સાથે)નો ઉપયોગ કરીને ૦.૩ % (૩ ગ્રામ/લિટર) પાણીમાં દ્રાવ્ય ખાતરનો છંટકાવ રોપાઓના વિકાસને વધારવા માટે બે વાર (વાવણી પછી ૧૨ અને ૨૦ દિવસ) કરી શકાય 9. લો પ્લાસ્ટીક ટનલનો ઉપયોગ કરીને ટ્રેને વરસાદ સામે રક્ષણ આપી શકાય ૧૦. વાવેતરના યોગ્ય તબક્કો થાય ત્યારે રોપાઓને રોપતા પહેલા અથવા વેચતા પહેલા પિયત અટકાવીને અને છાંયો ઘટાડીને સખત બનાવવા. ૧૧. અંકુરણના ૭-૧૦ દિવસ પછી અને ફેરરોપણી કરતા પહેલાં જંતુનાશકોનો છંટકાવ જીવાતોના વાહકોના નિયંત્રણ માટે કરવો. ૧૨. રોપાઓ પાકના આધારે મુખ્ય ખેતરમાં ફેરરોપણી માટે લગભગ ૨૧-૩૫ દિવસમાં તૈયાર થઈ જશે. ૧૩. પરંપરાગત નર્સરીમાં ઉછેરવામાં આવેલા રોપાઓ કરતા ટ્રેમા તૈયાર કરેલ રોપાઓમાં મૂળને ઓછું નુકસાન હોવાથી બપોરના સમયબાદ દિવસે કોઈપણ સમયે ફેરરોપણી કરી શકાય છે.