
આજનો યુગ ટેકનોલોજીનો છે, આ બાબત આપણે વારંવાર સાંભળતા આવ્યા છીએ. કૃષિને મજબૂત અને ટકાઉ બનાવવા માટે જ્ઞાન આધારિત ખેતી પદ્ધતિઓને વિકસિત કરવા માટે આઇસીટી ટેકનોલોજીઓનો ઉપયોગ કરવાની એક મોટી ઝુંબેશ શરૂ કરવી પડશે. જે માટે નીચેના મુદ્દાઓ પ્રમાણે પગલાં લેવા પડશે. • બજાર અને વેરહાઉસના પ્રવર્તમાન ભાવની માહિતી માટે ‘એગમાર્ક નેટ’નો ઉપયોગ કરવો. • ખેડૂતોએ કૃષિ ઉપજોના ભાવની માહિતી, હવામાન માહિતી અને અન્ય ખેતીને લગતી સલાહોનું પ્રસારણથી વાફેક રહેવું જોઈએ. આજના યુગમા મોબાઈલ ટેકનોલોજીનો ઉપયોગ કરવો જેથી ખૂબજ ઝડપથી માહિતી મળી રહે. કૃષિને લગતા પ્રકાશનો જેવા કે કૃષિજીવન, કૃષિ વિજ્ઞાન વગેરેનો ઉપયોગ કરવો. • ઈ-નામ દ્વારા ખેત પેદાશોના ખરીદ વેચાણની પદ્ધિ સમજવી. • ખેતીવાડી યુનિવર્સિટીઓ દ્વારા ભવિષ્યમાં મુખ્ય ખેત પેદાશોના અંદાજિત ભાવ કેટલા રહેશે તેમની માહિતી છાપામાં પ્રસિદ્ધ કરવામાં આવતી હોય છે જે વિશે ખેડૂતમિત્રોએ સભાન રહેવું.