
• નર્સરીમાં બીજના વધુ સારા અંકુરણ માટે ભેજ, ઓકિસજન અને તાપમાન મહત્ત્વપૂર્ણ પરિબળો છે. સારા/સ્વસ્થ રોપાઓ મેળવવા માટે નીચેના પરિબળો પર ધ્યાન આપવું આવશ્યક છે
• બીજ વાવ્યા પછી તરત જ બીજ અંકુરણ થાય ત્યાં સુધી બીજના કયારાને આવરણ કરવું.
• તાપમાન અને ભેજ જાળવવા, વરસાદના ટીપાં દ્વારા બીજને દૂર જતા બચાવવા, નીંદામણને અટકાવવા આવરણ ભાગ ભજવે છે.
• વધુમાં પક્ષીઓના નુકસાન સામે રક્ષણ આપે છે.
• ઉગાવો થઇ રહેલ રોપાઓ પર સૂર્યના હાનિકારક કિરણોની અસરને ટાળવા માટે સાંજના સમયે આવરણને દૂર કરવું જોઈએ.