
સારી જાતના ગુલછડીના કંદની પસંદગી એ વધુ ઉત્પાદન અને સારી ગુણવત્તાના ફૂલ માટે જરૂરી છે. કંદને રોપતાં પહેલાં સારી રીતે પસંદ કરી તેમને એક મહિના સુધી છાંયાવાળી જગ્યા પાર મુકી રાખવા જેથી વાનસ્પતિક વૃદ્ધિ તથા કૂલનું ઉત્પાદન સારું મળે છે. સામાન્ય રીતે ૨.૫ થી ૩ સે.મી. વ્યાસવાળા કંદ રોપણી માટે પસંદ કરવા જોઈએ, કંદનું વજન ૩૦ થી ૫૦ ગ્રામ હોય તો સારું ઉત્પાદન મળે છે, રોપણીની ઊંડાઈ ૪ થી ૭ સે.મી., કંદનું કદ, જમીનનો પ્રકાર અને વિસ્તાર પ્રમાણે રાખવી જોઈએ. સામાન્ય રીતે એપ્રિલ, મે તથા જૂન માસમાં રોપણી કરવી જોઈએ. જ્યારે દક્ષિણ ગુજરાતમાં જુલાઈ-ઓગસ્ટ. જો તાપમાન વધુ ઓછું ન હોય તો શિયાળા દરમ્યાન પણ રોપણી કરી શકાય. દર ત્રણ વર્ષે નવેસરથી રોપણી કરવી જરૂરી છે.
આર્થિક વળતર મેળવવા માટે, કંદ ને ૩૦ x ૨૦ સેમી અથવા ૨૦ x ૨૦ સેમીના શ્રેષ્ઠ અંતરે વાવવામાં આવે છે. લગભગ ૪૦,૦૦૦-૫૦,૦૦૦ એક એકર જમીનમાં કંદની જરૂર પડે છે. એક હેક્ટર જમીનમાં વાવેતર કરવા માટે લગભગ ૧,૦૦,૦૦૦ થી ૨,૦૦,૦૦૦ કંદની જરૂર પડે છે. જ્યારે ડબલ જાતો ૪૫ x ૧૫ સેમીના અંતરે વાવી યોગ્ય છે.