
પ્લાસ્ટિક મલ્ચ સરળતાથી માર્કેટમાં મળી રહે છે. તે પોલી ઈથીલીનના બનેલા હોય છે, જે ૭ માઈક્રોન થી ૧૦૦ માઈક્રોન સુધીની જાડાઈમાં તથા ૦.૯ થી ૧.૨ મીટરની પહોળાઈમાં મળી રહે છે જે કયા પાક માટે, કેટલા સમય માટે ઉપયોગ કરવાનો ઓર્ગેનિક મલ્ચ ઈનઓર્ગેનિક મલ્ચ છે તેના આધાર પર ચયન કરવામાં આવે છે. સંપૂર્ણ રીતે એક રંગમાં અથવા બન્ને બાજુએ અલગ અલગ રંગમાં પણ મળે છે. તે બાયોડીગ્રેડેબલ અથવા નોન-બાયોડીગ્રેડેબલ પણ હોય છે.