
માત્ર માણસોને ઘડવામાં જ આવી કારીગરી કુદરતે કરી છે એવું નથી હો ભૈ ! જરા નજર કરો ! તલ-મગ કે મગફળી, સાગ-સિસમ કે ખેર, આંકડો-બાવળ કે કેરડા-કેતકી હોય કે હોય ભલેને હાથલિયો થોર ! અરે, ખરખોડી-લાંપડું કે લજામણી-બધાં ગણાય ‘વનસ્પતિ’ જ, પણ પ્રકૃતિએ બધાના સંકટ સામે ઝઝૂમવાની તાકાત દરેકને અલગ અલગ પ્રકારનું દીધું છે. કુદરતે દરેક જીવમાં જેમ પોતાનો વંશ ચાલુ રાખવાની જિજીવિષા મૂકી છે, તેવી જ વનસ્પતિ જગતમાં પણ મૂકેલી છે. ભેજયુક્ત ખોરાકની શોધ અને પ્રતિકૂળ પરિસ્થિતિ સામે પણ છેલ્લા શ્વાસ સુધી ટક્કર લેવાની વૃત્તિ પાછળ વનસ્પતિનું એક માત્ર ધ્યેય પોતાનો વંશ ટકાવી રાખવાનું હોય છે. ટુંકું જીવન ધરાવતી વનસ્પતિમાંયે પોતાનો દેહ પડે તે પહેલાં તરતમાં નવી પેઢીના બાળભૃણ બનાવી લેવાની વેતરણ પ્રબળ હોય છે. બીજની અંદરની આવી તાકાતના હિસાબે તેને કુદરતનું અદભુત સર્જન કહ્યું છે. આ ગુણનો લાભ લઇ ઉપજ વધારો