સાયલેજ બનાવવા માટે પાકની પસંદગી કર્યા બાદ પાકને કયા તબક્કે કાપવો એ ઘણું અગત્યનું પરિબળ છે, જેથી કરીને પાકમાંથી આપણને મહત્તમ પોષકતત્ત્વો મળે. લણણીના સમયે પાકમાં શર્કરા (કાર્બોહાઈડ્રેડ) નું પ્રમાણ પણ મહત્તમ હોવું જરૂરી છે, કેમ કે આ શર્કરા પાકને ઓકિસજનની ગેરહાજરીથી થતા રાસાયણિક ફેરફાર દ્વારા ઉત્પન્ન થતા લેકટીક એસિડ માટે જવાબદાર છે. આ લેકટીક એસિડ સાયલેજને લાંબા સમય સુધી સાચવી રાખવામાં મદદ કરે છે. સાયલેજ જાે મકાઇ, જુવાર અને ઓટમાંથી બનાવવામાં આવે તો પાકની કાપણી જયારે પાકમાં ૫૦ ટકા ફૂલો જાેવા મળે એ જ વખતે કરવી ઉત્તમ ગણાશે, જયારે હાઈબ્રિડ નેપીયર અને ગીની ગ્રાસ માટે ૧.૨૫ મીટરની ઊંચાઇથી પાકની કાપણી કરવી જાેઇએ (રો૫ણી પછીની પ્રથમ કાપણી પ૦- પપ દિવસે કરવી ત્યાર પછીના ૩૦-૩પ દિવસે અથવા ઉપર દર્શાવ્યા મુજબ મલ્ટીકટ માટે). લણણીના સમયે પાકની અંદર ૭૦-૭૫ ટકા ભેજ (પાણી) હોવું જરૂરી છે.