બાયોમાસ આધારિત ઊર્જાના મહત્તમ ઉત્પાદન માટે પાકના બાકી રહેલા અવશેષોને જમીનમાંથી દૂર કરવાથી જમીનમાં રહેલા જૈવિક કાર્બનમાં ઘટાડો થાય છે અને તેથી જમીનની ફળદ્રુપતા પર નકારાત્મક અસર થાય છે. આ હેતુસર પાકના અવશેષો (બાયોમાસ) જમીનની ગુણવતા સુધારવા અને કાર્બનની જાળવણી માટે બાયોચાર તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. બાયોચાર ન માત્ર સામાન્ય પાકની પરિસ્થિતિમાં પાક ઉત્પાદક્તામાં વધારો કરે છે, પણ વિષમ પરિસ્થિતિઓ જેવી કે, ખારાશવાળી જમીન અને દુષ્કાળગ્રસ્ત જમીનમાં પણ પાકની ઉપજ સુધારે છે.