બાયોચાર ખેતી માટે જે સંભવિત લાભો પ્રદાન કરે છે તેમાં નીચેનાનો સમાવેશ થાય છેઃ જમીનની ફળદ્રુપતા અને પાકની ઉપજમાં સુધારો ખાતરના ઉપયોગની કાર્યક્ષમતામાં વધારો જમીનમાં પાણી અને હવાની જાળવણી તેમજ જમીનના ખેડાણમાં સુધારો પાકના અવશેષો અને જંગલના જૈવિક કચરામાંથી સ્વચ્છ અને કાર્યક્ષમ બાયોમાસ ઊર્જાનું ઉત્પાદન વાતાવરણમાંથી જમીનમાં કાર્બનનો સંગ્રહ થાય છે, જેનાથી માટીના કાર્બનિક પોષક તત્વોમાં વધારો થાય છે. જમીનમાંથી નાઈટ્રસ ઓક્સાઇડ અને મિથેન ઉત્સર્જનમાં ઘટાડો રેતાળ રણપ્રદેશ જેવી જમીન માટે આશીર્વાદરૂપ પાકના અવશેષો (જેમ કે ઘઉં, મકાઈ વગેરે ધાન્ય પાકોનું ભૂસું, કપાસ, તુવેર, તલ વગેરે રોકડીયા પાકોની સાંઠીઓ, મગફળીના ફોતરા) પશુધનનું છાણિયું ખાતર, જંગલનો જૈવિક કચરો અને અન્ય કૃષિ આધારિત બાયોમાસ સંસાધનો સહિત વિવિધ પ્રકારના ફીડસ્ટોકનો ઉપયોગ કરી શકાય છે.