
જીવાતના નર ફૂદાને આકર્ષતા ફેરોમેન ટ્રેપ ૫૦ પ્રતિ હેકટર પ્રમાણે ગોઠવવા મકાઈની ભૂંગળીમાં માટી કે રેતી નાખવાથી પણ આ જીવાતને ખાવામાં વધુ ઉપદ્રવ અને રહેવામાં અડચણ પેદા થાય છે. ક્લોરપાયરીફોસ ૨૦% ઈસી 30 મીલિ અથવા ક્લોરાન્ટ્રાનિલીપ્રોલ ૧૮.૫% એસસી 6 મીલિ અથવા એમામેક્ટિન બેન્ઝોએટ ૫% એસજી 6 ગ્રામ અથવા સ્પીનોસાડ ૪૫% એસસી 5 મીલિ અથવા સ્પીનેટોરામ ૧૧.૭% એસસી 15 મીલિ અથવા થાયામેથોકઝામ ૧૨.૬% લેમ્ડાસાયહેલોથ્રીન ૯.૫% ઝેડસી 5 મીલિ 15 લિટર પાણીમાં ભેળવી છોડ બરાબર ભીંજાય તે રીતે છંટકાવ કરવો.
#insect #krushivigyan #armyworm