ખેતીમાં પાણીની જુદી જુદી અસરો
પાણી પાકના જીવનકાળ દરમ્યાન દેહધાર્મિક ક્રિયાઓ માટે અગત્યનો ભાગ ભજવે છે. પ્રકાશ સંશ્લેષણ તેમજ શ્વસન અને ઉત્સર્જનની ક્રિયા માટે અગત્યનો ઘટક છે. જમીનમાં પૂરતો ભેજ વનસ્પતિ કોષના ટર્ગર પ્રેશર જાળવવા માટે જરૂરી છે. ઉત્સવેદન છોડના તાપમાનનું નિયમન કરે છે જ્યારે ઉત્સવેદનના પ્રમાણનો આધાર જમીન અને હવાના ભેજ પર આધારિત છે . ઉત્સવેદન છોડને જમીનમાથી પોષક તત્ત્વોનું અવશોષણ અને વહન કરવામાં મદદરૂપ છે. પાણી એ ખનિજ તત્ત્વો અને કાર્બોહાઈડ્રેટ્સ માટે સર્વસામાન્ય દ્રાવક છે. વધુ પડતા વરસાદથી ખેતરમાં લાંબાગાળા સુધી પાણી ભરાઈ રહે તો પણ પાકની વૃદ્ધિ અને વિકાસ અવરોધાય છે. કસમયનો વરસાદ પાકના ઉત્પાદન અને ગુણવત્તાને માઠી અસર કરે છે. વધારે ભેજના લીધે પાકમાં રોગ-જીવાતના ઉપદ્રવ પર અસર થાય છે.