ઉપચારની પરંપરાગત પદ્ધતિમાં, સાફ કરેલા રાઇઝોમ્સને જ્યાં સુધી સંપૂર્ણ ડૂબે નહિ ત્યાં સુધી પાણી નાખીને ઉકાળવાની શરૂઆત કરવામાં આવે છે. જ્યારે થોડી તદ્દન અલગ પ્રકારની સુગંધ આવે અને સફેદ ફીણ આવવા લાગે ત્યારે બોઈલિંગ પ્રક્રિયા બંધ કરી દેવામાં આવે છે. બોઈલિંગ કરવામાં આવતા રાઈઝોમ આશરે ૪૫-૬૦ મિનિટ પછી નરમ બને છે. જે તબક્કે ઉકાળવાનું બંધ કરવામાં આવે છે તે તબ્બકે ઉત્પાદનનો રંગ અને સુગંધ જળવાઈ રહે છે. વધારે પડતાં ઉકાળવાથી રંગ અને સુગંધનો નાશ થાય છે.