અમુક વૃક્ષોમાં નરફૂલો અને માદાફૂલો એમ અલગ અલગ હોય છે. જ્યારે ખારેકના વૃક્ષમાં આખે આખા વૃક્ષો જ જોજોબાની જેમ નર અને માદાના અલગ અલગ હોય છે. બન્ને વૃક્ષો થડિયે, પાંદડે, રંગે, દેખાવે સાવ જ સરખાં, પણ ફૂલ આવે ત્યારે જ તેની ખબર પડે કે કોણ નર અને કોણ નારી ! એને પારખવા માટે રોપણી પછી ત્રણ-ચાર વરસ વાટ જોવી પડે. નર ઝાડની જરૂર ખરી, પણ માત્ર 10 ટકા જ પૂરતા થઈ પડે છે. એટલે જ દ્રષ્ટિવાળા બાગાયતદારો સારાં ફળોનાં વૃક્ષો મેળવવા હવે આધુનિક ટીસ્યુ કલ્ચરના રોપાની પસંદગી કરે છે , ખલેલા અથવાતો ખારેકની નફાકારક ખેતી કરવા ઇચ્છતા ખેડૂતે ટીસ્યુ કલ્ચરના રોપાથી જ વૃક્ષો ઉછેરાય.