વૃક્ષના રોપા કે કલમને જમીનમાં રોપણી કર્યા પછી તે યોગ્ય રીતે વધે, વિકસે, ઉંચું જાય અને વ્યવસ્થિત ઘટા બંધાય તે માટેની ખેડૂતો તરફથી રખાતી તકેદારીને ‘ કેળવણી ’ કહેવાય. ઝાડનું થડ નમી ન પડે, સીધું જ આગળ વધે-વાંકુંચૂંકું ન થાય, તે માટે શરૂઆતમાં ફૂટતી ડાળીઓને રોકવી કે માપસરની સંખ્યામાં જ થવા દેવી, ઉંચે ગયા પછી ઝાડના સમતોલ વિકાસ માટે ચારેબાજુ સરખા પ્રમાણમાં રહેવા દેવી વગેરે . જામફળી, આમળી, આંબા, લીંબુડી વગેરેમાં ગોડકામ કે હરફરમાં સરળતા રહે એ અર્થે – છોડની વૃદ્ધિની સાથે થડ પર નીચેના ત્રણેક ફૂટ સુધીના ભાગમાં ડાળીઓ ન ફૂટવા દેવી. આંબા-ચીકુ જેવામાં કરેલ ભેટકલમના બંધન રોપાણ પછી થોડા સમયે છોડી લેવા કે આમળી, બોરડી જેવાના આંખકલમના પ્લાસ્ટિકના પાટા હટાવી લેવા કે કલમોને નીચેના મૂળકાંડ ઉપરથી ફૂટતી જંગલી ડાળીઓ દૂર કરતા રહેવી જેવા કાર્યોને કેળવણી પ્રક્રિયા કહે છે.
વરસાદ પછીની માવજત – ૧૭
વરસાદ પછીની માવજત – ૧૭
————–
મરચીના બેક્ટેરીયલ સ્પોટ ટપકાનો રોગ અને તેના લક્ષણો કેવા હોય ? મિત્રો ચેતી જજો….અત્યારેજ કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ ચેનલમાં જોડાવ અને વાંચો પુરી વિગત…