(૧) કોઇ પણ ૠતુમાં સાયલો બનાવી શકાય છે. (૨) લીલાચારાને લાંબા સમય સુધી એ જ સ્થિતીમાં સાચવી શકાય છે. (૩) સાયલોમાં લીલાચારાના મહત્તમ પોષકતત્વ સાચવી શકાય છે. (૪) ચોમાસા પછી પુષ્કળ લીલો ઘાસચારો પાકે છે જેનો સંગ્રહ કરવો શકય નથી, જાે આ લીલા ચારાનો સાયલો બનાવવામાં આવેતો વધારાના લીલા ઘાસચારાનો સંગ્રહ સાયલો બનાવીને કરી શકાય છે. (૫) સાયલેજને જાનવર વધારે પસંદ કરે છે તે રેચક તરીકેનો ગુણધર્મ પણ પણ ધરાવે છે. (૬) સાયલેજ પ્રમાણમાં વધુ પ્રોટીન અને કેરોટીન (વિટામીન-એ) ધરાવે છે. (૭) પૂળાનો સંગ્રહ કરવા માટે વધારે જગ્યા રોકાય છે જયારે સાયલેજ પ્રમાણમાં ઓછી જગ્યા રોકે છે. (૮) આગ લાગવાનો પ્રશ્ન જાેવા મળશે નહીં જે પૂળાનો સંગ્રહ કરતા જાેવા મળે છે.