
આજે દાડમની પણ વાત કરવી છે. દાડમની ખેતી બધાએ અપનાવી પરંતુ દાડમની ખેતીમાં કૃમિ મોટો શત્રુ સાબીત થઈ રહ્યો છે. આ કૃમિ ને અંગ્રેજીમાં નેમેટોડ કહે છે. દાડમનો છોડ ૪ થી પ વર્ષનો થાય પછી કૃમિનું નુકશાન જોવા મળે છે. આ કૃમિ જમીનમાં શુક્ષ્મ નરી આંખે દેખાતી નથી. તેનું જીવનક્રમ ફરીવાર જાણીએ તો ખબર પડે કે તે કેટલું બધું નુકશાન કરી શકે છે દા.ત. રોપ તમે મહારાષ્ટ્રથી લાવ્યા તેના માટીના પીંડા સાથે એક કૃમિ આવી આ એક કૃમિ પોતાનું જીવનક્રમ ૨૮ થી ૩૦ દિવસમાં પૂરી કરે છે. એક પુખ્ત કૃમિની માદા ૪૦૦ થી ૪૫૦ ઈંડા મુકવાની ક્ષમતા ધરાવે છે. ટૂંકમા એક મહિનામાં એક કૃમિ ૪૦૦ થાય તો આ ૪૦૦ બીજા મહિને ૧,૬૦,૦૦૦ થઈ જશે અને ત્રીજા મહિને તેને ૪૦૦ એ ગુણો એટલી થઈ જશે. આ કૃમિ મૂળમાંથી ખોરાક લઈલે છે ને છોડને અવિકસીત કરી નાખે છે. ગ્રીનહાઉસમાં કૃમિનો ઉપદ્રવ વધ્યો છે . ત્યારે ડેઝોમેટ જેવી દવાનું જમીનમાં ફયુમીગેશન કરવું પડે છે. તેટલી નુકશાનકારક આ કૃમિ છે., બાયો પેસ્ટીસાઇડ નો ઉપયોગ કરવો પડશે .વધુ વિગત માટે 99099 98768