માખી યજમાન કીટકોની ઈયળનું પરજીવી- કરણ કરે છે. જેમ કે મકાઈનાં વેધકો , મકાઈનો ડોડા વેધક, શેરડોના વેધકો, કોબીજની ઘોડિયા ઈયળ, કોબીજનું પતંગિયું, લશ્કરી ઈયળ, જાપાનીઝ બીટલ. આ માખીનું પુખ્ત કીટક દેખાવે ઘરમાખી જેવું રાખોડી કે કથ્થઈ રંગનું, આશરે એક ઈંચ લાંબુ અને વાળવાળું હોય છે. પૂર્ણ જીવનચક્ર જીવતી આ માખી મોટેભાગે સીધે સીધા યજમાન કીટકના શરીર પર -માથાની પાછળના ભાગે ઈંડા મૂકે છે. જ્યારે ઈંડા સેવાય ત્યારે તેની ઈયળ યજમાન કીટકના શરીરમાં પ્રવેશી અંદરના ભાગને કોરી ખાય વિકાસ પામે છે. તેની એક વર્ષમાં ઘણી પેઢીઓ જોવા મળે છે. ટેકેનીડ ફ્લાય ખૂબ જ ઉપયોગી અને અસરકારક પરજીવી છે. પરંતુ તેને વ્યાપારી ધોરણે ઉછેરી શકાતું નથી, પરંત ખેતરમાં જોવા મળે તો તેની જાળવણી કરવાથી જે તે જીવાતનું નિયંત્રણ કરી શકાય.
ખેતરનીવાત,
ખેડૂતો આજકાલ ખુબ હોશિયાર બનતા જાય છે આપણે આજકાલ સમજુ બન્યા છીએ , ટેક્નોલોજીને લીધે હવે વેપારીઓના લોભને પણ સમજવા મંડ્યા છીએ કારણકે આપણે અભ્યાસ