
ડ્રેગનફૂટ ને હવામાન અને જમીન
ડ્રેગનફ્રૂટ એ CAM પ્લાન્ટ છે જે ઝીરોફાઈટ્સના લક્ષણો ધરાવે છે. ડ્રેગનફ્રૂટની ખેતી વ્યાવસાયિક રૂપે પૂરતા વરસાદવાળા વિસ્તારોમાં સારી રીતે કરી શકાયતેમ માનવામાં આવતું હતું, પરંતુ સમય જતાં તે શુષ્ક હવામાનમાં પણ સારો પાક આપવામાં સક્ષમ પુરવાર થયો છે. ૫૦૦ થી ૧૫૦૦ મી.મી. (૨૦ થી ૬૦ ઈંચ) વરસાદ તેના વિકાસ માટે યોગ્ય છે. વરસાદનું પુષ્કળ જળ, ફૂલો અને અપરિપક્વ ને ખંખેરી નાખે છે. ૨૦ થી ૩૦ સે. તાપમાન વાવેતર માટે યોગ્ય છે. પ્રકાશની તીવ્રતા પણ ખેતીમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ડ્રેગનફૂટ એક ‘લાઈટ લવિંગ ક્રોપ’ છે, પરંતુ ખૂબ ઊંચા તાપમાને લેડોડ પીળા પડી જાય છે અને છોડ પાણી ગુમાવવા માંડે છે, તેથી ૨૦ થી ૫૦ છાંયો પ્રારંભિક વર્ષોમાં પૂરો પાડવો હિતાવહ રહે છે. આ ઝાડ/છોડ પર પાકતું (non-climacteric) ફળ છે. તે સમુદ્રની સપાટીથી સરેરાશ ૧૭૦૦ મીટરની ઊંચાઈ સુધી ઊગી શકે છે. જમીનની વિશાળ શ્રેણીમાં ડ્રેગનફ્રૂટ ઉગાડવામાં આવે છે. પરંતુ ભારે જમીનમાં પાણીના ભરાવાના લીધે – છોડના મૂળ સડવા લાગે છે અને વૃદ્ધિમાં અવરોધ થાય છે. સેન્ડી લોમ જમીન કે જે કાર્બનિક પદાર્થોથી સુસમૃદ્ધ હોય, તે વાવેતર માટે ઉત્તમ છે. ૫.૫ થી ૬.૫ની પીએચ ધરાવતી જમીન ખેતી માટે યોગ્ય છે. ડ્રેગનફ્રૂટના મૂળ મોટે ભાગે ૪૦ સે.મી. સુધી મર્યાદિત હોય છે, તેથી જમીનની ઊંડાઈ વાવેતર માટે બાધારૂપ બનતી નથી. તે સહેજ એસિડિક માટી પસંદ કરે છે અને જમીનમાં રહેલા કેટલાક ક્ષારને પણ સહન કરી શકે છે.