
મોલોના ઉપદ્રવની સાથે તેના કુદરતી દુશ્મનો પરભક્ષી દાળીયા (લેડી બર્ડ બીટલ), લીલી પોપટી (ક્રાયસોપર્લા) તથા સીરફીડ ફલાય મોટી સંખ્યામાં જોવા મળે છે જેથી કીટનાશક છાંટવાની જરૂરિયાત રહેતી નથી.
મોલોનું પ્રમાણ વધારે જણાય અને પાકને નુકસાન થતું હોય તો
- ક્વિનાલફોસ ૨૫ ઈસી ૩૦ મિ.લી. અથવા
- થાયામેથોક્ઝામ ૨૫ ડબ્લ્યુજી ૧.૫ ગ્રામ
૧૫ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો.

























