
ફોલિયર સ્પ્રે એટલે
ઊભા પાકમાં પાંદડાં ઉપર દ્રાવ્ય ખાતરોના છંટકાવ કરવાની પધ્ધતિને “ફોલિયર ફર્ટીલાઇજેશન” કહે છે. સંશોધનના તારણો ઉપરથી જણાયું છે કે પધ્ધતિ ખૂબ જ કામયાબ છે. વળી જમીનમાં આપેલ ખાતરોની સરખામણીએ પાંદડાં પર આપેલ ખાતરોની કાર્યક્ષમતા અનેક ગણી-95 ટકા જેટલી ઊંચી માત્રામાં હોય છે ફોલિયર સ્પ્રે દ્વારા અપાતા ખાતરોમાં બગાડ થવાની શક્યતા ન હોવાથી જમીનમાં અપાતા ખાતરોની સરખામણીએ ઓછા જથ્થાથી કામ વધુ સારી રીતે સંતોષાતું હોય છે. છંટકાવ દ્વારા ખાતરો આપવાથી બધા જ પોષક દ્રવ્યો સપ્રમાણ રીતે છોડને મળી જતાં હોવાથી પાક પૂર્ણ તંદુરસ્ત બને-પરિણામે રોગ-જીવાત સામે ટક્કર લેવાની તાકાત-પ્રતિકાર શક્તિ મેળવી લેતો હોવાથી પાકને રોગ-જીવાત લાગવાનું પ્રમાણ પણ નહિવત બની જાય છે. અને માનો કે પાક રોગ-જીવાતનો ભોગ બની ગયો હોય તો ? તો ભલામણ મુજબની અને ખાતર સાથે મિશ્રણ થઈ શકે તેવી જંતુ-રોગ નાશક દવા પણ ખાતર સાથે ભેળવી દઈ છંટકાવ કરી શકાય અને અલગરીતે દવા છંટકાવનો ખર્ચ પણ બચાવી શકાય છે.