

આપણે ત્યાં ટ્રેક્ટર માઉન્ટેડ પંપ હોય, નાના ખેડૂતો વળી હીરોહોન્ડા સાથે પંપ ને જોડીને દવા છાંટવાનું કરે, મોટી બાગાયત ખેતી વાળા ટ્રેક્ટરની પાછળ હવે નવા આવેલા હોર્ટીકલ્ચર સ્પ્રેયરથી દવા ને અસરકારક છાંટે પણ આ ચાઈના વાળા ન કરે એટલું ઓછું અત્યારે થોડા કોરોનાની પાછળ અત્યંત આધુનિક રીતે લાગેલા છે તેમણે ખેતરમાં ફરતો અને દવા છાંટતો રોબોટ બનાવ્યો છે. આ રોબોટ ૮૦ લીટર દવા લઈને ઉપડે ખેતરમાં એકે એક છોડ ઉપર વ્યવસ્થિત દવા છાંટતો જાય. ૧૨ મીટર દુર સુધી દવા છાંટી શકે અને ૧ કલાકમાં ૭હેક્ટર એટલે કે ૧૭.૫ એકર માં (૪૩ વીઘા)માં છાંટી આવે બોલો ! છે ને મજુરીની સમસ્યાનો નવો ઉકેલ

























