

ઉનાળુ તલ માટે જમીન તૈયાર કરતી વખતે પ્રતિ હેકટર(૬.૨૫ વીઘા) ૧૦ ટન છાણીયુ ખાતર જમીનમાં ભેળવી દેવું. આ ઉપરાંત પાયાના ખાતર તરીકે રપ કિલો નાઈટ્રોજન, રપ કિલો ફોસ્ફરસ અને ૪૦ કિલો પોટાશ(પ૪ કિલો ડી.એ.પી , ૭૬ કિલો એમોનીયમ સલ્ફેટ અને ૬૭ કિલો મ્યુરેટ ઓફ પોટાશ) વાવણી વખતે જમીનમાં ઓરીને આપવું. વાવણી પછી ૩૦ થી ૪પ દિવસે પીયત આપ્યા બાદ જમીનમાં પુરતો ભેજ હોય ત્યારે રપ કિલો નાઈટ્રોજન (પ૪ કિલો યુરીયા) બે હપ્તામાં પુરતી ખાતર તરીકે આપવુ. જમીનમાં પૃથ્થકરણ મુજબ ગંધક તત્વની ઉણપ જણાય તો ભલામણ મુજબ જીપ્સમ પાયાના ખાતર સાથે આપવું.


























