
ભીંડાની દરેક વીણી વખતે કાબરી ઈયળથી નુકસાન પામેલ ફળો ઉતારી લેવા.
નુક્સાનવાળા ઘરડા ભીંડા છોડ પર રહેવા દેવા નહીં.
બીવેરીયા બેસીયાના નામની ફૂગનો પાઉડર ૬૦ ગ્રામ અથવા બેસીલસ થુરીન્જીન્સીસસ નામના જીવાણુનો પાઉડર ૩૦ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ઉમેરી સાંજના સમયે છોડ બરાબર ભીંજાય તે રીતે ૧૦ દિવસના આંતરે જરૂરિયાત મુજબ છંટકાવ કરવો.
કાબરી ઈયળના નર ફૂદાંની વસ્તી ઘટાડવા ફેરોમોન ટ્રેપ ગોઠવવા.
કાબરી ઈયળનો ઉપદ્રવ વધતો જણાય ત્યારે ફેનવાલેરેટ ૨૦ ઇસી ૧૫ મિ.લિ. અથવા ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫ એસસી ૬ મિ.લિ. અથવા સાયપરમેથ્રીન ૧૦ ઇસી ૪૫ મિ.લિ. અથવા એમામેક્ટીન બેન્ઝોએટ પ એસજી ૬ ગ્રામ અથવા લેમડા સાયહેલોથ્રીન ૪.૯ સીએસ ૮ મિ.લિ.૧૫ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.


























