
આપણે કપાસનું બીજ ખરીદવા જઈએ તો પુછીએ છોડમાં ફળાઉ ડાળીની સંખ્યા કેટલી ? આપણે બાગાયત પાક વાવીએ તેમાં જેટલી વધુ ડાળીઓ હોય તેટલો વધુ ફાલ આવે એટલે કે સમજોને કે વધુ ફળ આવે એટલે એટલી આવક વધુ થાય. વૈજ્ઞાનિકો અલગ અલગ પાક વૃદ્ધિ નિયંત્રકો અને ગ્રોથ રેગ્યુલેટરો શોધીને આપણુ પાક ઉત્પાદન કેમ વધે તેની શોધ કરતા રહે છે. સાયન્સ ડેઈલી જણાવે છે કે વૈજ્ઞાનિકોની એક ટીમે સંશોધન કર્યુ કે વધુ ડાળી ફુટવા માટે છોડનુ અમુક જીન કામ કરતું હોય છે તેથી વૈજ્ઞાનિકોએ ૮૦૦ કેમીકલોનો છંટકાવ કરી જોયો તો તેમાંથી ૧૮ એવા કેમીકલ મળ્યા કે તે છાંટવાથી છોડના જીન પર અસર થઈને વધુ ડાળીઓ બેઠી. વધુ ડાળી વધુ ઉત્પાદન માટેના આ પ્રયોગો આપણી ખેતીને ભવિષ્યમાં નવો આયામ આપશે તે નક્કેિ છે.


























