
વિચાર કરવાની શક્તિ આપણને ભગવાને આપી છે. માણસને કઈ પણ કરતા પહેલા, વિચાર આવે છે કે, આ કરું કે તે કરું?, મગફળી કરું? કે કપાસ? અને સાથે સમજણ પણ આપી છે. એટલે કે, બુદ્ધિ વાપરીને પોતાના જીવન વિકાસ સારો કરી શકે, એમ તો આપણે દવા બિયારણ લેવા જઇયે ત્યારે, આપણે ગ્રાહક તરીકે રાજા છીએને? આજે આર્થિક ક્ષેત્રમાં આપણે જોઈ શકીએ છીએ કે, ગ્રાહકને રાજા નો દરજ્જો છે.
જો ગ્રાહક કોઈ વસ્તુ ખરીદે નહીં તો એ વસ્તુ નકામી જ ગણાય, પછી ભલે એમાં ગમે તેટલા, ઉત્તમ ગુણ હોય. આપણને પસંદગીની તક આપી છે એટલે, સારું શ્રેષ્ઠ અને ઉત્તમની પસંદગી કરવી, તે આપણી પોતાની જવાબદારી છે, જો આવું કરીયે તો ગ્રાહક તરીકેનો સાચો રોલ અદા કર્યો ગણાય. વિવેકની ભેટ આપી છે તેનો ઉપયોગ કરીને, સારા ગ્રાહક બની શકાય. કૃષિ વિજ્ઞાન મેગેઝીન દ્વારા આપણને, વિજ્ઞાન યુગની વાત જાણવા મળે છે ત્યારે, ખેતીમાં અને નવી શોધોમાં, કઈ નવી ટેકનોલોજી આવી રહી છે તેની વાત આપણે કરશું.

























