
આવતા વર્ષે શું વાવેતર કરવું તેની સૌને દ્વિધા છે . જે ખેડૂત ગામમાં ચોરે અને ચોટલે થતી વાતોમાં આવી જાય છે તેને ગામના ઓટલે અને સોસીયલ મીડિયા માં થતી વાતો ગભરાવી દે છે. અત્યારે ડુંગળીની ખેતી જેણે કરી તેનો દાખલો લ્યો કોઈ નહોતું વાવતું ત્યારે ડુંગળીની ખેતીને પકડી રાખે તે બે વર્ષમાં એક વર્ષ ખેતીમાંથી સારી આવક મેળવી શકે છે. આજે ડુંગળી નથી વાવી તે પસ્તાય છે .આપણા વડવાઓ અને કોમોડિટીનો વેપાર કરતા સૌ કહે છે કે જેની વાવણીની મુઠ હોય તેને બદલે નોખું કરો તો ફાયદો. જુવો આપણે બધી કઈ મગફળી કરી શકવાના નથી અને બધું કઈ મરચી કરી શકવાના નથી, કપાસ તો કરવોજ પડશે એટલે કપાસની નીવડેલી જાતની પસંદગી કરવી અને આમેય બેથી વધુ પાકો ની ખેતી પદ્ધતિ સારી. કપાસમાં ભાવ વધ્યા નહિ એટલે બધા વાવેતર ઘટાડતા હોય ત્યારે સમજુ ખેડૂત એને કહેવાય કે જે કપાસ કે મરચી જાળવી રાખે. જેનું વાવેતર ઓછું થતું હોય તે પાક કરવો સારો એવું આપણને આપણા વડવાઓ કહેતા, યાદ છે ? મરચી, કપાસ, મગફળી, માલામાલ તુવેર, વચ્ચે સોયાબીન અને કઠોળ બધું કરાય. સરવાળે આવું જ નફો આપે. શું કહેવું છે તમારું ? વિચારજો .કપાસના બીજના ભાવ આ વર્ષે બોલગાર્ડ – ટૂ ના 450 ગ્રામ પેકેટના 901/- નક્કી થયા છે તે નોંધજો .


























