
હવે વાત કરું છું એનો તમે અખતરો કરજો તમારા જીવનમાં સકારાત્મકતા વધતી જશે તમને સારું લાગશે . હવે સાંભળો , શું તમે રોજ સવારે ઊઠીને છાપું વાંચો છો? અથવા તો સાંજે અમુક ન્યૂઝ-ચેનલ સામે બેસી જાઓ છો? આ ઘટનાની આ દ્રશ્ય શ્રાવ્ય સંદેશાની એક ચોક્કસ અસર આપણા મગજ, મન અને વિચારો પર પડે છે કારણ કે દસમાંથી નવ સમાચારો નકારાત્મક જ હોય છે. તમે જોયું હશે કે દરેક સમાચાર થી તમારામાં એક પ્રકારનો ફડકો પાડે છે અથવા તો નિરાશા જન્માવે છે. તમને એવું લાગવા લાગે કે બસ, હવે તો ચારે બાજુ બધા ચોર-લૂંટારા જ બેઠા છે, ભ્રષ્ટાચારે માજા મૂકી છે, ખેતી કરવા જેવી નથી . પર્યાવરણ છેલ્લા શ્વાસ લઈ રહ્યું છે અને કાલે શું થશે કશું કહેવાય નહીં! વગેરે વગેરે .આ કારણથી જ દુનિયામાં ઘણા ડાહ્યા લોકો ન્યૂઝ થી દૂર રહે છે. આજે દેશ અને દુનિયામાં વિજ્ઞાન કેવી કેવી શોધ કરી રહ્યું છે તે જાણો તો ખબર તમને પડે કે લે આતો ખબરજ નોતી . આજ થી સમાચાર જોવાનું અને છાપા વાંચવાનું બંધ કરો અને બધું તમે ચેટ જીપીટીને પૂછો .ગુજરાતીમાં ચેટ બોર્ડ આવ્યું છે તેમાં તમે ખેતીના વિષે પૂછો તમને ઘણા ઉત્તર મળશે હજુતો આ નવું ચેટબોર્ડ રોજ રોજ નવું શીખી રહ્યું છે તે રોજ રોજ વધુ ને વધુ તૈયાર થઇ રહ્યું છે . આજેજ તમે https://kissan.ai/ પર અત્યારેજ આંટો મારો .ટૂંકમાં રોજ ભણવું પડશે . કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ ચેનલ ખેતી સારી કરવા વાંચવી પડશે .