
જે ઝડપથી પરિવર્તન આવી રહ્યું છે એ જોતાં આપણે એવું કહી શકીએ કે 21 મી સદીમાં જેમ જેમ માણસની ઉંમર વધશે એમ એમ એને વધુ ને વધુ બદલાવાની આવશ્યકતા રહેશે. આ એક એવો સમય છે જેમાં માણસને કોઈ પણ પ્રકારની સ્થિરતા પાલવી શકે તેમ નથી. જો કોઈ વ્યક્તિ એક ફિક્સ ટાઇપની ખેતી પદ્ધતિને કે નોકરીને જ વળગી રહેશે તો તેનો જીવનનિર્વાહ તો કદાચ ચાલી પણ જાય, પણ તે ખેડૂત દુનિયાથી ઘણો પાછળ રહી જશે. હવે લડાઈ પ્રસ્તુત રહેવાની છે—સતત. એટલે કે સતત અનુકૂલન સાધવું એ સૌથી અગત્યનું કૌશુલ્ય બની રહેશે. આપણી શાળા-કૉલેજોમાં આપણે અનુકૂલન કેમ સાધવું એ ભણાવવું પડશે ?! અને આપણે ખેડૂતોએ પણ ખેતીમાં નવી ટેક્નોલોજી સાથે કદમ થી કદમ મિલાવવા પડશે .કૃષિ વિજ્ઞાન સાથે જોડાયેલા રહેશો તો આવી માહિતી તમને મળતી રહેશે .