ખાવાથી મરચાંમાં રહેલું કેપ્સાસીન તત્વ શરીરના દુખાવામાં રાહત આપે છે. મરચાંનો પાવડર (ચટણી) ખોરાક બનાવવામાં ઉપયોગી છે ,

મરચાની અમુક અતિશય તીખી મરચી જાતો દાત.દુનિયાની સૌથી વધુ તીખી મરચી ભૂત જોલેકિયા જેવી જાતોમાંથી તો દર્દનાશક દવા બને છે, મરચાના કલરમાંથી રંગ છૂટો પાડી તેનો ઉપયોગ થાય છે. દા.ત.મહીકોની તેજા.વગેરે.અમુક જાતો જેવીકે યુનિવેજ અમિતા અને અનિતા અને નામધારી 7201, નૂનહેમ 702-ઓજસ -765 અને ડોક્ટર ઢોલરિયાની 936 ની ક્વાલિટી વખણાય છે અને આંતર રાજ્યના ખરીદારો પહેલી પસંદ કરે છે . 

મરચાની ખેતી ભારતમાં ખાસ થતી હોવાથી દેશ-વિદેશમાં આપણા ભારતીય મરચાનો પાવડરની નિકાસ થાય છે એટલે જ ગોંડલ મરચાની પીઠમાં ભારતભરના દલાલો આવીને આપણને આપણા મરચાના ખોખાના ભાવ ઊંચા આપે છે કારણકે આપણા મરચા માં બગાડ ઓછો હોય છે જો આપડે બધા મરચીની ખેતી માં ધ્યાન રાખશુ તો ગુજરાત અને ખાસ કરી ને ગોંડલના મરચાની બઝાર ટકી રહેશે . આપણે સાંભળ્યું તેમ જો આપણા દલાલો આપણી પાસેથી ખરીદી કરીને તેને સાચવવા તેમાં કોઈ દવા વાપરે અને તેના લીધે નિકાસ થયેલ માલ કોઈ દેશ પાછો મોકલે તો તે આપણી ભૂલ નથી કારણ કે આપણે તો મરચાની પેદાશ સૂર્ય પ્રકાશમાં બરાબર સૂકવીને મોકલીએ છીએ અને આપણે સારી જૈવિક દવાનો વધુ ઉપયોગ કરીયે છીએ જેથી તેમાં દવાના અવશેષો ન રહે એટલે આપણને ભાવ ચોક્કસ મળશે , આપણે ડર  રાખવાની જરૂર નથી.  

મરચીની ખેતીમાં હવામાનને ઓળખીને ,  દવા નામઠામ વગરનીને બદલે જૈવિક અને બ્રાન્ડેડનો   ઉપયોગ કરશુ , તો ડાઘ વગરના , રોગ વગરના ક્વોલિટી માલ પેદા કરશુ તો દેશ વિદેશના દલાલ દોડતા આવશે , તમને સમાચાર મળ્યા હશે કે મરચી અને મશાલા  પાવડર બનાવતી અમુક કંપનીના વિદેશ નિકાસ કરેલ કન્ટેનર નાપાસ થયા કારણકે તેમાં જંતુનાશક દવાના  રેસિડયુઅલ મળ્યા એટલે માર્કેટિંગ યાર્ડ દ્વારા અપીલ કરવામાં આવી કે મરચીના  ભાવ જો સારા લેવા હોય તો રેસિડયુઅલ ફ્રી અવશેષમુક્ત મરચી પકવો , મરચીના  ખોખામાં એફ્લાટોક્સિન ઝેર પણ ખોરી મગફળીની જેમ ન આવે તે પણ ધ્યાન રાખવું પડશે એટલે મરચીની સુકવણી માં પણ ધ્યાન આપજો 

——xxxx——

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

[the_ad_group id="1393"]
અમારા સોસીયલ મીડિયામાં જોડાવ
[the_ad_group id="1296"]
[the_ad_group id="1850"]
Enable Notifications OK No thanks