
“જો આજના કિશોર/કિશોરીઓને સલાહ આપવાની હોય તો એમને કહેવું પડશે કે તમારા વડીલોનું ઓછામાં ઓછું માનો…” કારણ કે વડીલો જે વિશ્વમાં મોટા થયા અને કામ કર્યું એ હવે બિલકુલ નથી અને એ લોકોને આ નવા વિશ્વમાં કેમ જીવવું ? એની કોઈ જ કલ્પના નથી. આવી પરિસ્થિતિમાં શાળા-કૉલેજોમાં એવા ઘણા શિક્ષકો છે જે પોતે અપડેટેડ નથી અને જે લોકો આ પ્રકારનાં પરિવર્તનથી પૂરતા માહિતગાર પણ નથી. તો એમની છાયામાં ભણતા વિદ્યાર્થીઓ ભવિષ્યમાં પરિવર્તનનો સામનો કેવી રીતે કરશે ? એ જોવું રહ્યું. ટૂંકમાં આપણી ખેતી થી માંડીને શિક્ષણ સુધી બધું બદલી જવાનું છે . ખેતીનું વિજ્ઞાન સમજો , ખેતી વિષે તમારા મોબાઈલમાં આપણે ચેટ જીપીટી ને પુછતા હોઇશુ , આપણો ડીલર પણ સતત નવું નવું શીખશે તો તે ટકશે નહીતર તેના પાટિયા બંધ થઇ જશે અને હા, ટેકનોલોજીના બદલાવની વાત કરતા હોય તેવા ખેતીના કૃષિ વિજ્ઞાન જેવા મેગેઝીન વાંચો . શું ન વાંચવું અને શું ન જોવું તે વિષે પણ વિચારવું પડશે .નહીંતર ખેડૂત તરીકે પાછળ રહી જઈસુ .કૃષિ વિજ્ઞાન ની ટેલિગ્રામ ચેનલ તમારા માટે કામની છે તેવું તમને લાગતું હશે .