

ગુજરાત રાજ્યમાં આંબાની રો૫ણી ૧૦ મીટર x ૧૦ મીટરના અથવા ૧૦ મીટર X ૮ મીટર અથવા ૮ મીટર x 9 મીટરના અંતરે કરવાની ભલામણ કરવામાં આવે છે. ઘણી ફળદ્રુપ અને સારા નિતારવાળી જમીનવાળા વિસ્તારમાં રાજાપુરી જેવી જૂસ્સાદાર જાત રોપવી હોય કે બીજા મિશ્રપાકો લાંબા સમય સુધી લેવાના હોય ત્યાં વધુ અંતર રાખી રોપણી કરવી હિતાવહ છે. આંબાની કલમો વર્ષમાં ગમે ત્યારે રોપી શકાય છે પરંતુ ચોમાસાની શરૂઆતમાં વાદળછાયા અને ધીમા ઝરમર વરસતા વરસાદમાં રોપણી કરવામાં આવે તો ઉત્તમ પરિણામ મળે છે. આ કલમોને ચોમાસાના ત્રણ માસ દરમ્યાન વરસાદનું પાણી મળવાથી કલમો જમીનમાં બરાબર જામી જાય છે. કલમો રોપ્યા પછી તૂરંત જ અને ત્યારબાદ ચોમાસુ મોસમમાં પૂરતો વરસાદ ન હોય ત્યારે પિયત આપવું જોઈએ.



























