

ફ્લુબેનડીયામાઈડ ૮૩૩ + ડેમેટ્રીન ૫.૫૬ એસ.સી. ૨૫ મિ.લિ. અથવા સ્પિનોસાડ ૪૫ એસ.સી. @ ૭ મિ.લિ. અથવા ફ્લુબેનડીયામાઈડ ૧૯.૯૨ + થાયાક્લોપ્રીડ ૧૯.૯૨ એસ.સી. ૧૦ મિ.લિ. ૧૫ લિટર પાણીમાં ભેળવી વારાફરતી ફ્ળ વટાણા કદના થાય ત્યારે અને ત્યારબાદ ૧૫ દિવસનાં ગાળે બે છંટકાવ કરવો. • પુખ્ત માખીને આકર્ષીત કરી મારવા માટે ઝેરી પ્રલોભિકા સારી કામ લાગે છે. ઝેરી પ્રલોભિકા બનાવવા ૧૦ લિટર પાણીમાં ૪૦૦ ગ્રામ ગોળની રસી ઓગાળવી. એક રાત રાખવાથી આમાં આથો આવે છે. બીજે દિવસે તેમાં સ્પિનોસાડ ૪૫ એસ.સી. @ ૭ મિ.લિ. ઉમેરી તૈયાર થયેલ ઝેરી પ્રલોભિકા મોટા ફોરે સાવરણીની મદદથી સવારના કે સાંજના સમયે છાંટવું. આનાથી ફળમાખી આકર્ષાઈ આવે છે અને ઝેરી દવાને કારણે નાશ પામે છે. આ પ્રલોભિકાનો છંટકાવ આજુબાજુની વાડો તેમજ અન્ય વનસ્પતિ પર પણ કરવો જેથી છાંયડે આશરો લેતી ફળમાખીનો નાશ થાય છે.

























