જમીન પાકના વિકાસને ટેકો આપે છે, જરૂરી પોષક તત્વો પૂરા પાડે છે, પાણી રોકે છે અને મૂળ ફેલાવવા માટે જગ્યા પૂરી પાડે છે. તે અબજો સુક્ષ્મસજીવો નું ઘર છે જે કાર્બનિક પદાર્થો નુ વિઘટન કરવામાં અને છોડને પોષક તત્વો ઉપલબ્ધ કરવામાં મદદ કરે છે. સ્વસ્થ માટી ખેતીની ઉત્પાદકતામાં વધારો કરે છે, રાસાયણિક ઇનપુટ્સની જરૂરિયાત ઘટાડે છે અને પાણીના સંરક્ષણમાં મદદ કરે છે. તે કાર્બન સંગ્રહ કરવામાં અને આબોહવાને નિયંત્રિત કરવામાં પણ મુખ્ય ભૂમિકા ભજવે છે.

બેસીલસ થુરીન્જીન્સીસ બીટી જીવાણું – કૃષિવિજ્ઞાન ટીપ્સ
વિવિધ રોગકારકોમાં જીવાણુ (બેકટેરીયા) થી જીવાતોમાં થતા રોગનું સૌથી વધુ મહત્વ રહેલું છે. જુદા જુદા જીવાણુઓ પૈકી બેસીલસ થુરીન્જીન્સીસ કે જે ટૂંકમાં બીટી તરીકે ઓળખાય છે. તેનો ઉપયોગ ….

























