
કૃષિ વિજ્ઞાનની નવી દુનિયાની વાતમાં આશ્ચર્ય થાય તેવા સંશોધનની વાત કરીયે તમને ખબર છે ? ૨૦૧૯માં 5Gનું સ્વાગત થયું એટલે આપણા તમામ કાર્યો ઝડપથી થવા લાગ્યા . YouTube આવ્યું અને મનોરંજનથી માંડીને ભણવાના યુનિ.ના લેક્ચર અને ખેતી વિષેની નવી જાણકારી સુધીનું બધું જ સૌને વીડિયો સ્વરૂપે સુલભ થયું ૨૦૦૭માં Amazon Kindle લૉન્ચ થયું અને જે રીતે પુસ્તકો પ્રકાશિત થઈ રહ્યાં હતાં અને વંચાઈ રહ્યાં હતાં એ સંકલ્પના જ બદલાઈ ગઈ.બધું આઈપેડમાં ૨૦૦૫માં Google Mapsની સુવિધા આવી અને આપણે હવે લગભગ કોઈનેય રસ્તો પૂછતા નથી અને છતાં ક્યાંય ભૂલા પણ નથી પડતા! જુવો તો ખરા ભૂતકાળમાં સાઈન બોર્ડ વગરના રોડ રસ્તા અને ગાડા માર્ગ અને આજનું ગુગલ મેપ કેટલી સરળતા આવી ગઈ છે . જેને વાંચવું છે તેને માટે આખી દુનિયાના પુસ્તકો આંગળીના ટેરવે . ખેડૂત તરીકે જો તમે ચેટ જીપીટી શીખી લો તો તમને છેલ્લામાં છેલ્લી કૃષિના વિજ્ઞાનની માહિતી હોય તો કોણ કહે છે કે ખેતી સારી ન થાય , જરૂર છે વૈજ્ઞાનિક અભિગમની …..