
હેક્ટરે ૨૦-૫૦ કિલોગ્રામ નાઈટ્રોજન સ્થિર કરે છે, ૩૦-૫૦ કિલોગ્રામ ફોસ્ફરસ દ્રાવ્ય કરી ૧૦-૧૫ ટકા પાક ઉત્પાદન વધારી ખેતી ખર્ચમાં ઘટાડો કરે છે. જમીનની સ્તર રચના, પી.એચ. સુધારી જમીનને ફળદ્રુપ અને જીવંત બનાવે છે ઉત્પાદન ક્ષમતા વર્ષોવર્ષ જાળવી રાખે છે. • વનસ્પતિ વૃધ્ધિ વર્ધકો બનાવી છોડના વિકાસમાં મદદ કરે છે. રાસાયણિક ખાતરના વપરાશ અને ઉત્પાદન વચ્ચેની ઘટને પહોચી વળવા ઉપયોગી છે. બાયો-ફર્ટીલાઈઝર એ રાસાયણિક ખાતરનું પૂરક છે, પર્યાય નથી. જે જમીનમાં સેન્દ્રિય તત્ત્વ વધારે હોય ત્યાં બાયો- ફર્ટીલાઈઝરનો પ્રતિભાવ સારો મળે છે. પૂર્તિ વખતે જમીનમાં પૂરતા પ્રમાણમાં ભેજ હોવો જરૂરી છે. નિર્દોષ, કુદરતી ખાતર છે, પર્યાવરણની દ્રષ્ટિએ સંપૂર્ણ સુરક્ષિત છે.