
પશુના મૃત્યુ/ ખોડખાંપણના કિસ્સામાં વીમાની રકમ લેવા માટે નીચે જણાવ્યા મુજબની કાર્યવાહી કરવી જરૂરી છે. સૌથી પહેલાં પશુના મૃત્યુ/ખોડખાંપણની જાણકારી વીમા અધિકારીને આપો, ત્યારબાદ રજીસ્ટર્ડ પશુચિકિત્સકને પશુને તપાસ કરવા/પોસ્ટમોર્ટમ માટે બોલાવવા, વીમા અધિકારી પશુના ઈયર ટેગ (પશુના કાનની કડી) તથા જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરશે અને પશુ ચિકિત્સક દ્વારા પ્રમાણિત પોસ્ટ મોર્ટમનું ફોર્મ લેશે, મૃત પશુના જરૂરી ફોટા પણ લેશે. ત્યારબાદ પશુના કલેમ માટે આગળની કાર્યવાહી થશે જેમાં નીચે જણાવ્યા મુજબના દસ્તાવેજની જરૂર પ ડશે. કલેમ પાસ થયા બાદ પશુપાલકને જાણકારી આપીને કલેમની ચૂકવવા પાત્ર રકમ કંપની પશુ માલિકને ચૂકવશે