
સામાન્ય રીતે અનાજ, કઠોળ અને મરી- મસાલાના પાકોમાં પાકની શરૂઆતની/ વાનસ્પતિક વદ્ધિના તબક્ક માં નુકસાન કરતી જીવાતો અને રોગોના નિયંત્રણ માટે જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવે છે. પાકની કાપણી બાદ અનાજ, કઠોળ કે મરી-મસાલાનો સંગ્રહ કરવામાં આવે છે અને જરૂરિયાત મુજબ તેનો ઉપયોગ કરવામાં આવે છે. આમ જંતુનાશકોના છંટકાવ અને તેના ઉપયોગ વચ્ચે લાંબો સમયગાળો હોવાથી જંતુનાશકોના અવશેષોનો નષ્ટ થઇ જતા હોવાથી તેનો ખાસ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. પરંતુ શાકભાજી અને ફળો કે જેનો સંગ્રહ લાંબો સમય સુધી કરી શકાતો ન હોવાથી તેનો સીધો જ ઉપયોગ મનુષ્યો કરે છે. આવા કિસ્સામાં તેમાં જંતુનાશકોના અવશેષો રહેવાની પુરતી શક્યતાઓ રહેલી છે.