
આપણે ત્યાં હાફુસ અને જમાદાર જાતની કેરીમાં જોવા મળે છે. મે મહિનામાં સૂર્યની સખત ગરમીથી જમીનમાંથી પરાવર્તિત થતી ગરમી લૂ ફળમાં ઘુસી જવાથી ફળના માવાને નુકસાન કરે છે. નુકસાન વાળો ભાગ બરાબર પાકતો નથી તેને કપાસી કહીએ છીએ. જે ભાગનો માવો સફેદ, પીળો તેમજ સ્વાદે ખાટો હોય છે આવા ફળો બહારથી પારખી શકાતા નથી. નિયંત્રણ : ૧. હાફુસ જાતના ફળો લીલા પણ પરિપકવ હોય તેવા (૮૦ % પરિપકવતા) ફળ તોડવામાં આવે તો કપાસીનો ઉપદ્રવ ઓછો રહે છે. પૂર્ણ વિકસેલા ફળોમાં કપાસી વધુ જોવા મળે છે. ર. આંબાવાડીયામાં ખુલ્લી જગ્યામાં ડાંગરનું સુકુ પરાળ કે પાંદડાનું આવરણ એપ્રિલ માસમાં પાથરવાથી જમીન વધુ ગરમ થતી નથી અને કપાસીનું પ્રમાણ ઘટે છે. ૩. ઉતારેલા ફળોને સીધા તાપમાં ન રાખતાં છાંયડામાં ઢાંકીને રાખવા જોઈએ. ૪. સવારના ઠંડા પહોરે કે સાંજના ચાર વાગ્યા પછી કેરી તોડવી જોઈએ




























