
ઝાડના ઘેરાવા નીચે ૩૦ થી ૩૫ સે.મી. પહોળી અને ર૦ થી ૩૦ સે.મી. ઊંડી ગોળ ચર બનાવીને તેમાં ખાતર આપી ચરને માટીથી પૂરી દેવી અથવા ઝાડના ઘેરાવા નીચે ફરતે ર૦ થી ૩૦ સે.મી. ઊંડા ર૦-રપ ખાડા બનાવી તેમાં પણ ખાતર આપી શકાય છે. ૧૦ વર્ષથી વધુ ઉંમરના ઝાડમાં થડથી આશરે ૧.૫ મી. દૂર રીંગ બનાવવી. ફેબ્રુઆરી માસમાં આપવાનું નાઈટ્રોજનયુકત ખાતર ઝાડના ઘેરાવા નીચે બનાવેલ રીંગમાં છાંટીને આપવું.




























